Shri Jalaram Chalisa

શ્રી જલારામ ચાલીસા

(દોહા)
અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ

(ચોપાઇ)
ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ …૧
ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલીયાણ …૨
આવો સંતો સત્સંગમાં, સત્સંગનો રંગ મહાન …૩
ગર્વ ગળ્યા કંસ-રાવણના, આતમરજાને સાચો જાણ …૪
છોડ લાલનપાલન દેહનાં, ત્યજી તમામ ગુમાન …૫
મળ્યો જે મનખો મોંઘેરો, જપ રામનામ હર ત્રાણ …૬
રામનામમાં મગન સદા, સર્વદા રામના દાસ …૭
તુલસી ને જલિયાણના, દિલમાં રામનો વાસ …૮
દિલમાં રામનો વાસ જેને, સંસારનો ના ત્રાસ …૯
રહે ભલે સંસારમાં, મનડું રામજી પાસ …૧૦
તમામ જીવનમાં રામજી પેખે, મુખમાં રામનું નામ …૧૧
પ્રેમરસ પી ને પિવડાવે, ધન ધન શ્રી જલારામ …૧૨
ભક્તિ ખાંડાની ધાર છે, પળ પળ કસોટી થાય …૧૩
હસતાં મુખે દુઃખ સહે, હરિ વહારે ધાય …૧૪
સતગુણથી સુખ મળે, ને સુખ-શાંતિ થાય …૧૫
સુખ-શાંતિમાં આનંદ સાચો, આનંદ આતમ રામ …૧૬
હરિના જનમાં હરિ વસે, વદી રહ્યા જલિયા રામ …૧૭
ચમત્કાર ત્યાં નમસ્કાર, જય રામ કૃષ્ણ ગાય …૧૮
આતમરામને રામ જાણવા, પરચાઓ કંઈ સર્જાય …૧૯
અનુભવ વિનાનું જ્ઞાન કાચું, અનુભવ ગુરુ મહાન …૨૦
શંકાથી શ્રદ્ધા ડગે, શ્રદ્ધા હરિથી મહાન …૨૧
વાચ કાછ ને મનથી, સદા ભજતાં જલારામ …૨૨
અધૂરાં રે ન આદર્યાં, પૂરણ કરે જલારામ …૨૩
બાપાના પરચા હજાર, લખતાં ન આવે પાર …૨૪
ભાવના ભૂખ્યા ભગવાન, બતાવે બાપા વારંવાર …૨૫
સેવા-ત્યાગની જીવતી મૂરત, જલારામ તણો અવતાર …૨૬
નોંધારાના આધાર બાપા, યાદ કરો લગાર …૨૭
જીવતા દેહ લાખનો, સવાલાખની શ્રદ્ધા આજ …૨૮
ભંડારી બાપાનાં વીરબાઈ, સતી પતિવ્રતા કહેવાય …૨૯
અવધૂત સંગે જાતા, કદી ના જે અચકાય …૩૦
ત્યાગ-બલિદાનની અપૂર્વ ગાથા, સ્વર્ણ અક્ષરે અંકાય …૩૧
સતી પુણ્યે જલિયાણ ભક્તિ, બની ગઈ સવાઈ …૩૨
તુલસી મીરાં કબીરાદિ, ને અન્ય સ્મ્ત સાંઈ …૩૩
સંસારમાં રહીને સદા, સદ્ભક્તિ માર્ગ બતાઈ …૩૪
મનમાં ધારો શ્રીરામને, વનમાં શા માટે જાય …૩૫
વાત બધી સ્વાનુભવની, સુણો ભગિની ભાઈ …૩૬
રસોઈ ચારસોની હતી, જમવા આઠસો તૈયાર …૩૭
મૂંઝાયા સાસુમા ત્યારે, મેં આપી હામ લગાર …૩૮
વદ્યો મુખથી જય જલારામ, આઠસો ઓડકાર ખાય …૩૯
વધ્યો મોહન થાળ છતાં, ઘરનાં ખાતાં ન ધરાય …૪૦

See More here: Chalisa Sangrah (ચાલીસા સંગ્રહ), Jalaram Jayanti (જલારામ જયંતિ)

Tags:

Leave a comment